Matthew 25:26 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેના માલિકે ઉત્તર દેતાં તેને કહ્યું કે, અરે દુષ્ટ તથા આળસુ ચાકર જ્યાં મેં નથી વાવ્યું ત્યાંથી હું કાપું છું અને જ્યાં મેં નથી વેર્યું ત્યાંથી હું એકઠું કરું છું, એમ તું જાણતો હતો;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
માલિકે કહ્યું, ’અરે દુષ્ટ, આળસુ નોકર! તને ખબર હતી કે જ્યાં મેં વાવ્યું નથી ત્યાંથી હું કાપણી કરું છું અને જ્યાં મેં ઊપણ્યું નથી ત્યાંથી હું અનાજ એકઠું કરું છું,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેના પ્રભુએ તેને કહ્યું, ‘અરે ભૂંડા તથા આળસુ ચાકર, જ્યાં મેં નથી વાવ્યું ત્યાંથી હું કાપું છું, ને જ્યાં મેં નથી વેર્યું ત્યાંથી હું એકઠું કરું છું, એમ તું જાણતો હતો;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“ધણીએ કહ્યું, ‘તું દુષ્ટ અને આળસુ નોકર છે! તું કહે છે, જ્યાં મેં નથી વાવ્યું ત્યાંથી હું પાક લણું છું અને જ્યાં નથી વેર્યુ ત્યાંથી એકઠું કરું છું.