Matthew 25:27 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તો તારે મારાં નાણાં વ્યાજે આપવા જોઈતાં હતા કે હું આવું ત્યારે મને વ્યાજ સાથે પાછા મળત.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો પછી તારે મારા પૈસા શરાફને ત્યાં વ્યાજે તો મૂકવા જોઈતા હતા! તેથી જ્યારે હું પાછો આવ્યો, ત્યારે વ્યાજ સાથે તો તે મને પાછા મળ્યા હોત ને!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો તારે મારું નાણું શાહુકારોને આપવું જોઈતું હતું કે હું આવું ત્યારે મને વ્યાજ સુધ્ધાં મારું મળત.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તો મારું ધન તેં બેન્કમાં કેમ ન મૂકયું? જો બેન્કમાં પૈસા મૂક્યાં હોત તો મને વ્યાજ સાથે પાછા મળત.’