Matthew 4:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યાંથી આગળ જતા તેમણે બીજા બે ભાઈઓને, એટલે ઝબદીના દીકરા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને, તેઓના પિતા સાથે વહાણમાં પોતાની જાળો સાંધતા જોઈને તેઓને પણ બોલાવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે આગળ ચાલ્યા, અને બીજા બે ભાઈઓ, ઝબદીના પુત્રો યાકોબ અને યોહાનને તેમણે જોયા. તેઓ હોડીમાં તેમના પિતા ઝબદીની સાથે જાળો સાંધતા હતા. ઈસુએ તેમને બોલાવ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ત્યાંથી આગળ જતાં તેમણે બીજા બે ભાઈઓને, એટલે ઝબદીના દીકરા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને, તેઓના પિતા ઝબદીની સાથે વહાણમાં પોતાની જાળો સાંધતા જોઈને, તેઓને પણ તેડ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઈસુએ ગાલીલ સરોવર પાસે યાત્રા ચાલુ રાખી. તેણે ઝબદીના બે પુત્રો યાકૂબ અને યોહાનને જોયા. તેઓ તેમના પિતા ઝબદીની સાથે હોડીમાં બેસી માછલાં પકડવાની જાળો તૈયાર કરતાં હતા ત્યારે તેણે બીજા બે ભાઈઓને કહ્યું કે, મારી સાથે ચાલો.