Matthew 5:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે માનવજગતનું મીઠું છો; પણ જો મીઠું બેસ્વાદ થયું તો તે શાથી ખારું કરાશે? બહાર ફેંકાવા તથા માણસોના પગ નીચે છુંદાવા વગર તે કશા કામનું નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સમગ્ર માનવજાતમાં તમે મીઠા સમાન છો. પણ જો મીઠું પોતાનો સ્વાદ ગુમાવે, તો તે શાથી ખારું કરાશે? પછી તો તે બિનઉપયોગી બન્યું હોવાથી તેને નાખી દેવામાં આવે છે અને તે લોકોના પગ તળે કચડાય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમે જગતનું મીઠું છો, પણ જો મીઠું બેસ્વાદ થયું હોય તો તે શાથી ખારું કરાશે? બહાર ફેંકાવા તથા માણસોના પગ નીચે છુંદાવા વગર તે બીજા કંઈ કામનું નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તમે જગતનું મીઠું છો. પરંતુ મીઠું જો એનો સ્વાદ ત્યજી દેશે તો પછી તે ફરીથી ખારાશવાળું નહિ જ થઈ શકે. જો મીઠું તેનો સ્વાદ ગુમાવી દેશે તો તે નકામું છે એમ સમજીને તેને ફેંકી દેવાશે અને લોકો તેને પગ તળે છુંદી નાખશે.