Matthew 5:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે હું તમને કહું છું કે શાસ્ત્રીઓના તથા ફરોશીઓના ન્યાયીપણા કરતાં જો તમારું ન્યાયીપણું વધારે ન હોય, તો સ્વર્ગના રાજ્યમાં તમે પ્રવેશ નહિ જ કરશો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈશ્વરની માગણી પ્રમાણે વર્તવામાં તમે નિયમશાસ્ત્રના શિક્ષકો અને ફરોશીઓ કરતાં ચડિયાતા માલૂમ પડો તો જ તમે ઈશ્વરના રાજમાં પ્રવેશ પામવાને યોગ્ય બનશો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે હું તમને કહું છું કે શાસ્ત્રીઓના તથા ફરોશીઓના ન્યાયીપણા કરતાં જો તમારું ન્યાયીપણું વધારે ન હોય, તો આકાશના રાજ્યમાં તમે નહિ જ પેસશો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું તમને જણાવું છું કે તમારે શાસ્ત્રીઓ અને ફરોશીઓ કરતાં દેવને જેની જરૂર છે તે માટે કઈક વધુ સારું કરનારા થવું જોઈએ નહિ તો તમે આકાશના રાજ્યમાં દાખલ પણ થઈ શકશો નહિ.