Matthew 5:25 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યાં સુધી તું તારા દુશ્મનની સાથે માર્ગમાં છે, ત્યાં સુધી તેની સાથે ત્વરિત સમાધાન કર; રખેને તારો દુશ્મન તને ન્યાયાધીશને સોંપે, ન્યાયાધીશ તને સિપાઈને સોંપે અને તને જેલમાં પૂરવામાં આવે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો કોઈ માણસ તારી વિરુદ્ધ ફરિયાદ કરે અને તને કોર્ટમાં ઘસડી જાય, તો કોર્ટમાં હાજર થવાનું થાય ત્યાં સુધીમાં તેની સાથે સમાધાન કરી લે. કારણ, એકવાર ત્યાં ગયા પછી તે તને ન્યાયાધીશને સોંપી દેશે. ન્યાયાધીશ તને પોલીસને સોંપી દેશે અને પોલીસ તને જેલમાં ધકેલી દેશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જ્યાં સુધી તું તારા વાદીની સાથે માર્ગમાં છે, ત્યાં સુધી તેની સાથે વહેલો મળી જા. રખેને વાદી તને ન્યાયાધીશને સોંપે, ને ન્યાયાધીશ તને સિપાઈને સોંપે, ને તું કેદખાનામાં નંખાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તારો દુશ્મન તને ન્યાયસભામાં લઈ જાય તો ત્વરીત તેની સાથે મિત્રતા કર, આ તારે ન્યાયસભામાં જતાં પહેલા કરવું અને જો તું તેનો મિત્ર નહિ થઈ શકે તો તે તને ન્યાયસભામાં ઘસડી જશે. અને ન્યાયાધીશ કદાચ તને અધિકારીને સુપ્રત કરશે અને તને જેલમાં નાખવામાં આવશે.