Matthew 6:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે તમે પ્રાર્થના કરો ત્યારે ઢોંગીઓનાં જેવા ન થાઓ; કેમ કે માણસો તેઓને જુએ, માટે તેઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓનાં નાકાંઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું ચાહે છે; હું તમને નિશ્ચે કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે દંભીઓની માફક દેખાવ ન કરો. તેમને ભજનસ્થાનમાં અને ધોરી રસ્તાઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું ગમે છે. હું તમને સાચે જ કહું છું: તેમને તો બદલો મળી ચૂકયો છે!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જ્યારે તમે પ્રાર્થના કરો છોત્યારે ઢોંગીઓના જેવા ન થાઓ, કેમ કે માણસો તેઓને જુએ, માટે સભાસ્થાનોમાં તથા રસ્તાઓનાં નાકાંઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું તેમને ગમે છે. હું તમને ખરેખર કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જ્યારે તમે પ્રાર્થના કરો, ત્યારે દંભી લોકોની જેમ ના કરો. દંભી લોકો સભાસ્થાનોએ શેરીઓના ખૂણા પાસે ઉભા રહી મોટા અવાજથી પ્રાર્થના કરે છે. જેથી લોકો તેમને જોઈ શકે. હું તમને સત્ય કહું છું કે તેમને તેનો પૂરો બદલો મળી ગયો છે.