Matthew 7:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેઓ મને 'પ્રભુ, પ્રભુ,' કહે છે, તેઓ સર્વ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પ્રવેશશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જે કોઈ મને ’પ્રભુ, પ્રભુ’ કહીને પોકારે છે તે બધા ઈશ્વરના રાજમાં પ્રવેશ કરશે તેવું નથી. પણ જે કોઈ મારા આકાશમાંના ઈશ્વરપિતાની ઇચ્છાને અનુસરે છે તેઓ જ પ્રવેશ કરશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જેઓ મને ‘પ્રભુ પ્રભુ’ કહે છે, તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે [તેઓ જ પેસશે].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જે મને પ્રભુ, પ્રભુ કહે છે, તે દરેક વ્યક્તિ આકાશના રાજ્યમાં પ્રવેશ કરશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ આકાશમાં પ્રવેશી શકશે.