Matthew 7:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અથવા તું તારા ભાઈને કેવી રીતે કહી શકે કે 'મને તારી આંખમાંથી તણખલું કાઢવા દે'; પણ જો, તારી પોતાની જ આંખમાં ભારોટિયો છે!
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તારી પોતાની જ આંખમાં લાકડાનો ભારટિયો હોવા છતાં તું તારા ભાઈને એમ કહેવાની હિંમત કેમ કરે છે કે, ’મને તારી આંખમાંથી તણખલું કાઢવા દે!’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અથવા તું તારા ભાઈને કેમ કહેશે કે, ‘તારી આંખમાંથી તણખલું મને કાઢવા દે.’ પણ જો, તારી પોતાની જ આંખમાં તો ભારોટિયો છે!
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તું તારા ભાઈને કેવી રીતે કહી શકે, ‘તારી આંખમાં જે તણખલું છે તે મને કાઢવા દે?’ જ્યારે તારી આંખમાં મોટો ભારોટિયો હોય!