Matthew 8:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે ઈસુને તે સાંભળીને આશ્ચર્ય થયું, પાછળ આવનારાઓને તેમણે કહ્યું, "હું તમને નિશ્ચે કહું છું કે, આવો વિશ્વાસ મેં ઇઝરાયલમાં પણ જોયો નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈસુએ જ્યારે આ સાંભળ્યું ત્યારે તે આશ્ચર્યમાં પડી ગયા અને જે લોકો તેમની સાથે હતા તેમને કહ્યું, હું તમને સાચે જ કહું છું: ઇઝરાયલી લોકોમાં પણ આ માણસના જેવો વિશ્વાસ મેં કદી જોયો નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે ઈસુ તે સાંભળીને અચરત થયા, ને પાછળ આવનારાઓને તેમણે કહ્યું, હું તમને ખચીત કહું છું કે, આટલો વિશ્વાસ મેં ઇઝરાયલમાં પણ જોયો નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઈસુ આ સાંભળી ખૂબજ નવાઈ પામ્યો અને તેની સાથે આવતા લોકોને કહ્યું કે, “હું તમને સત્ય કહું છું, મેં ઈસ્રાએલમાં પણ કદી કોઈ વ્યક્તિમાં આવો વિશ્વાસ જોયો નથી.