Matthew 8:29 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જુઓ, તેઓએ બૂમ પાડતાં કહ્યું કે, "ઓ ઈશ્વરના દીકરા, અમારે ને તમારે શું છે? નિશ્ચિત સમય અગાઉ તમે અમને પીડા દેવાને અહીં આવ્યા છો શું?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે એકાએક બૂમ પાડી, ઓ ઈશ્વરપુત્ર, અમારે અને તમારે શું લો વળે? અમારો સમય પૂરો થાય તે પહેલાં તમે અમને રિબાવવા આવ્યા છો?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જુઓ, તેઓએ બૂમ પાડતાં કહ્યું, “ઓ ઈશ્વરપુત્ર, અમારે ને તારે શું છે? સમય અગાઉ તું અમને પીડા આપવાને અહીં આવ્યો છે શું?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ બૂમ પાડવા લાગ્યા, “ઓ દેવના દીકરા, તું અમારી પાસે શું અપેક્ષા રાખે છે? નિશ્ર્ચિત સમય પહેલા અમને શિક્ષા કરવા આવ્યો છે?”