Matthew 9:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી નવા વસ્ત્રોનું થીંગડું જૂના વસ્ત્રોમાં કોઈ નથી દેતું, કેમ કે તે થીંગડાથી તે વસ્ત્રો ખેંચાય છે, અને તે વધારે ફાટી જાય છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જૂના વસ્ત્ર પર થીંડું મારવા માટે નવા કાપડનો ઉપયોગ કોઈ કરતું નથી, કારણ, એવું થીંડું તો સંકોચાઈને પેલા વસ્ત્રને ફાડશે અને એમ તે વધારે ફાટશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી કોરા કાપડનું થીંગડું જૂના વસ્‍ત્રમાં કોઈ નથી લગાવતું, કેમ કે તે થીંગડાથી તે વસ્‍ત્ર ખેંચાય છે, ને તે વધારે ફાટી જાય છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જો કોઈ જૂનાં કપડાં પર કોરા કપડાંનું થીંગડું મારે તો એ થીંગડાંથી કપડાંમાં કાણું વધારે મોટુ બનશે.