Matthew 9:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે એ બેમાંનું વધારે સહેલું કયું છે, એમ કહેવું કે 'તારાં પાપ તને માફ થયાં છે,' અથવા એમ કહેવું કે 'ઊઠીને ચાલ્યો જા?'"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શું કહેવું વધારે સરળ છે? ’તારાં પાપ તને માફ કરવામાં આવે છે’ તે કે, ’ઊભો થઈને ચાલ’ તે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે એ બેમાંનું વધારે સહેલું કયું છે, એમ કહેવું કે તારાં પાપ તને માફ થયાં છે.’ અથવા એમ કહેવું કે ‘ઊઠીને ચાલ્યો જા?’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે. પણ આ તમારી આગળ કેવી રીતે સાબિત કરી શકું? તમે એમ ધારતા હશો કે, ‘તારાં પાપ માફ થયાં છે.’ એમ કહેવું સહેલું છે, પણ ખરેખર એમ થયું તે કોઈ જોઈ શક્તું નથી. પણ જો હું એ માણસને એમ કહું, ‘ઊઠ, તારી પથારી લઈને ચાલતો થા,’ તો શું? તો તમે જોઈ શકશો કે ખરેખર મને અધિકાર છે.” તેથી ઈસુએ પક્ષઘાતી માણસને કહ્યું, “ઊભો થા, તારી પથારી ઉપાડ અને તારે ઘેર જા.”