Micah 1:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એને લીધે હું પોક મૂકીને વિલાપ કરીશ; ઉઘાડા પગે નિર્વસ્ત્ર થઈને ફરીશ, શિયાળવાંની જેમ રડીશ, અને શાહમૃગની જેમ કળકળીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી મિખાએ કહ્યું, “એને લીધે હું પોક મૂકીને રડીશ. મારો શોક પ્રગટ કરવા હું ઉઘાડે પગે અને નિર્વસ્ત્ર ફરતો ફરીશ. હું શિયાળની જેમ રુદન કરીશ અને શાહમૃગની જેમ કકળીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
[મીખાહ કહે છે], “એને લીધે હું વિલાપ કરીને પોક મૂકીશ, હું ઉઘાડે પગે તથા વસ્ત્રરહિત ફરતો ફરીશ. હું શિયાળવાંની જેમ ભૂંકીશ, ને શાહમૃગની જેમ કળકળીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલે મીખાહ બોલ્યો, એને લીધે હું પોક મૂકીને વિલાપ કરીશ. ઉઘાડા પગે નિર્વસ્ર થઇને ફરીશ, શિયાળવાની જેમ રડીશ, અને શાહમૃગની જેમ કળ કળીશ.