Micah 2:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેઓ દુષ્ટતા આચરવાની યોજનાઓ કરે છે, જેઓ બિછાનામાં રહીને પાપ કરવાની યોજના કરે છે તેઓને ધિક્કાર છે. પછી પ્રભાતના પ્રકાશમાં તેઓ તેનો અમલ કરે છે. કેમ કે તેઓની પાસે સામર્થ્ય છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પથારીમાં પડયા પડયા ભૂંડી યોજનાઓ ઘડનારની કેવી દુર્દશા થશે! સવાર પડે કે પોતાની ભૂંડી યોજનાઓ પાર પાડવાની તક તેઓ ઝડપી લે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જેઓ પોતાનાં બિછાનામાં [સૂતા સૂતા] અન્યાયની યોજના કરે છે તથા દુષ્ટતા [નો વિચાર] કરે છે તેઓને અફસોસ! સવારનો પ્રકાશ થતાં તેઓ તેનો અમલ કરે છે, કેમ કે તે કરવું તેમના હાથમાં છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જેઓ પોતાની પથારીમાં જાગૃત રહીને પાપી યોજનાઓ અને દુષ્ટતા આચરવાની યોજનાઓ કરે છે તેઓને ધિક્કાર છે! પછી પ્રભાતના પ્રકાશમાં તેઓ તેનો અમલ કરે છે.