Micah 2:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી યહોવાહ આ પ્રમાણે કહે છે કે; "જુઓ, હું આ કુળ ઉપર આફત લાવવાનો છું, એમાંથી તમે તમારી જાતને બચાવી શકો નહિ, અને તમે હવે હોશિયારીથી ચાલી શકશો નહિ, કેમ કે તે ભયાનક સમય હશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે માટે પ્રભુ કહે છે, “હું તમારી પાયમાલી કરી દેવાની યોજના કરી રહ્યો છું અને તમે તેની ભીંસમાંથી છટકી શકશો નહિ; કારણ, તમે સંકટના સમયમાં સપડાયા હશો. પછી તમે આમ મગરૂરીથી ફરશો નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ માટે યહોવા કહે છે, “જુઓ, આ પ્રજા ઉપર હું એવી આપત્તિ લાવવાની યોજના કરું છું કે જેમાંથી તમે તમારી ગરદનો કાઢી શકશો નહિ, ને તમે મગરૂરીથી ચાલી શકશો નહિ, કેમ કે તે સમય માઠો છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી યહોવા કહે છે કે, “જુઓ, હું આ કુળ ઉપર આફત નાખવાનો વિચાર કરું છું, એમાંથી તમે તમારી જાતને નહિ બચાવી શકો, ને તમે હવે હોશીયારીથી ચાલી શકશો નહિ, કારણકે તે ભયાનક સમય હશે.