Micah 3:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે જેઓ ન્યાયને ધિક્કારો છો, અને દુષ્ટતા પર પ્રેમ રાખો છો, તમે મારા લોકોના શરીર પરથી ચામડી અને તેના હાડકાં ઉપરથી માંસ ઉતારી લો છો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ તમે તો ભલાને ધિક્કારો છો અને ભૂંડાને ચાહો છો! તમે મારા લોકની ચામડી ઉતરડો છો અને તેમનાં હાડકાં પરથી માંસ ઉખાડી નાખો છો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમે તો ભલાને ધિક્કારો છો, ને ભૂંડાને ચાહો છો. તમે તેઓનાં અંગ પરથી તેઓની ચામડી [ઉતારી લો છો], ને તેઓનું માંસ તેઓનાં હાડકાં પરથી ચૂંટી લો છો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ તમે ન્યાયને ધિક્કારો છો, ને અન્યાય પર પ્રેમ રાખો છો! તમે મારા લોકોના શરીર પરથી ચામડી અને તેના હાડકાં ઉપરથી માંસ ઊતારી લો છો.