Micah 6:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે મારા લોકો, યાદ કરો કે મોઆબના રાજા બાલાકે શી યોજના કરી અને બયોરના દીકરા બલામે તેને શો ઉત્તર આપ્યો? શિટ્ટીમથી ગિલ્ગાલ સુધી શું બન્યું તે તમે યાદ કરો, જેથી તમે યહોવાહનાં ન્યાયી કાર્યોને સમજી શકો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે મારા લોક, મોઆબના રાજા બાલાકે તમારી વિરુદ્ધ મસલત કરી અને બયોરના પુત્ર બલઆમે તેનો કેવો ઉત્તર આપ્યો તે યાદ કરો. વળી, શિટ્ટિમથી ગિલ્ગાલની મુસાફરીમાં બનેલા બનાવો યાદ કરો; એ બધું યાદ કરો એટલે મેં પ્રભુએ તમારો બચાવ કરવા કરેલાં ન્યાયશાસનીય કૃત્યોનો તમને ખ્યાલ આવશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હે મારા લોકો, એ તો યાદ કરો કે મોઆબના રાજા બાલાકે શી મસલત કરી, ને બયોરના દીકરા બલામે તેને શો ઉત્તર આપ્યો. શિટ્ટીમથી ગિલ્ગાલ સુધી જે બન્યું [તે યાદ કરો]. જેથી તમે યહોવાનાં ન્યાયી કૃત્યો જાણો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે મારા લોકો, યાદ રાખજો કે મોઆબના રાજા બાલાકે કેવી રીતે અનિષ્ટ યોજના કરી હતી, અને બયોરના પુત્ર બલામે તેનો કેવી રીતે ઉત્તર આપ્યો હતો? યાદ રાખજો કે શિટ્ટીમથી ગિલ્ગાલને શું બન્યું હતું, જેથી તમે યહોવાના ન્યાયી કાર્યોને સમજી શકશો.”