Micah 7:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મને અફસોસ છે! કેમ કે ઉનાળાનાં ફળ વીણી લીધા પછીની જેવી સ્થિતિ, એટલે દ્રાક્ષા વીણી લીધા પછી બચી ગયેલી દ્રાક્ષા જેવી મારી સ્થિતિ છે: ત્યાં ફળની લૂમ મળશે નહિ, પાકેલાં અંજીર જેને માટે હું તલસું છું તે પણ નહિ મળે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારી કેવી દુર્દશા થઈ છે! ઉનાળામાં ફળ ઉતારી લીધા પછી કોઈ ખાવા માટે બાકી રહી ગયેલાં ફળ શોધવા જાય અને કંઈ મળે નહિ એવા ભૂખ્યા માણસ જેવો હું છું; પણ મારે માટે તો દ્રાક્ષની એક લૂમ પણ રહી નથી અથવા મનપસંદ સ્વાદિષ્ટ અંજીર પણ નથી!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મને અફસોસ છે! કેમ કે લોકોએ ઉનાળાનાં ફળ વીણી લીધા પછી કોઈ કોઈ દ્રાક્ષા રહી ગયેલી હોય, તેવી મારી સ્થિતિ છે. ખાવાને માટે લૂમ તો મળે જ નહિ. અને પહેલવહેલાં પાકેલાં અંજીર જેને માટે મારો જીવ તલપે છે તે પણ મળે નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું કેટલો ઉદાસ છું! કારણકે હું એવો વ્યકિત થઇ ગયો છું જેને ઉનાળુ કાપણી પછી અને દ્રાક્ષ ભેગી કરવાની ઋતુ પછી ખાવા માટે દ્રાક્ષ મળતી નથી અથવા તો જેના માટે તીવ્ર ઇચ્છા રાખી હતી તે પહેલું ફળ મળતું નથી.