Micah 7:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે મારા દુશ્મન કે જેઓએ મને કહ્યું કે, "તારા ઈશ્વર યહોવાહ કયાં છે?" એવું કહેનારાઓ શરમથી ઢંકાઈ જશે, મારી આંખો તેઓને જોશે, શેરીઓની માટીની જેમ તે પગ નીચે કચડાશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે મારી દુશ્મન પ્રજા શરમિંદી બની જશે અને “તારો ઈશ્વર પ્રભુ ક્યાં છે” એવું પૂછનારને હું પરાજિત થયેલ અને શેરીના ખૂંદાતા ક્દવની જેમ ખૂંદાતા જોઈશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે મારી વેરણ જેણે મને કહ્યું, “તારો ઈશ્વર યહોવા ક્યાં છે?” તે તે જોશે, ને શરમથી ઢંકાઈ જશે?” મારી આંખો તેને [ભોંઠો પડેલો] જોશે. હવે ગલીઓના કાદવની જેમ તે પગો તળે ખૂંદાશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મારા દુશ્મનો આ જોશે અને જેઓ મને એમ કહેતાં હતાં કે, “તારા દેવ યહોવા કયાં છે?” તેઓ શરમિંદા બની જશે, મારી આંખો આ જોશે, તેણી રસ્તાના કાદવની જેમ પગ તળે કચડાયેલી જગ્યા બની રહેશે.