Micah 7:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમારા જેવા ઈશ્વર કોણ છે? તમે તો પાપ માફ કરો છો, તમારા વારસાના બચેલા ભાગના, અપરાધને દરગુજર કરો છો; તમે પોતાનો ક્રોધ હંમેશા રાખતા નથી, કેમ કે તમે દયા કરવામાં આનંદ માનો છો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમારા જેવા ઈશ્વર કોણ છે? કારણ, તમે તો પાપ ક્ષમા કરો છો. તમારા વારસાના એટલે કે તમારા લોકના બચી ગયેલા માણસોના અપરાધ તમે વિસારે પાડો છો. તમે તમારો ક્રોધ હંમેશાં રાખતા નથી, કારણ, દયા કરવામાં તમને આનંદ આવે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમારા જેવો ઈશ્વર કોણ છે? કેમ કે તમે તો પાપ માફ કરો છો, ને તમારા વારસાના બચેલા ભાગના અપરાધને દરગુજર કરો છો. તે પોતાનો ક્રોધ હમેશાં રાખતા નથી, કેમ કે તે દયા કરવામાં આનંદ માને છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમારા જેવા દેવ બીજા કોણ છે? કારણકે તમે તો પાપ માફ કરો છો અને તમારા વારસાના બચેલા ભાગના અપરાધને દરગુજર કરો છો; તમે પોતાનો ક્રોધ કાયમ રાખતા નથી; કારણ કે તમે કરુણામાં જ રાચો છો.