Micah 7:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે દીકરો પોતાના પિતાનો આદર કરતો નથી. દીકરી પોતાની માની સામી થાય છે, વહુ પોતાની સાસુની સામી થાય છે; માણસનાં શત્રુઓ તેના પોતાના જ ઘરનાં માણસો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આવે વખતે પુત્રો પિતાનું માન રાખશે નહિ, પુત્રીઓ માતાની સામે થશે, યુવાન સ્ત્રીઓ સાસુઓ સામે લડશે. પોતાના કુટુંબીજનો જ માણસના શત્રુ થશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે પુત્ર પિતાનું માન રાખતો નથી, પુત્રી પોતાની માની સામી, ને વહુ પોતાની સાસુની સામી થાય છે. માણસના શત્રુઓ તેના પોતાના જ ઘરનાં માણસો છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કારણકે એક પુત્ર પોતાના પિતાનો આદર કરતો નથી. પુત્રી માની સામે થાય છે, ને વહું પોતાની સાસુની સામી થાય છે; માણસના કુટુંબીઓ જ તેના વૈરી બની ગયા છે.