Nahum 2:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યાં સિંહ તથા સિંહણ તેઓનાં બચ્ચા સાથે ફરતાં હતાં અને તેઓને બીવડાવનાર કોઈ ન હતું અને જે જગ્યાએ સિંહના બચ્ચાં ભક્ષ કરતાં હતાં તે સિંહની ગુફા ક્યાં છે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સિંહની બોડ સમાન એ શહેર હવે ક્યાં છે? ત્યાં સિંહનાં બચ્ચાંને ખવડાવવામાં આવતાં. સિંહ અને સિંહણ બીજે જાય તો પણ તેમનાં બચ્ચાં ત્યાં સલામત રહેતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જ્યાં સિંહ ને સિંહણ [તથા] સિંહના બચ્ચાં ફરતાં હતાં ને તેઓને બીવડાવનાર કોઈ નહોતું તે સિંહોનું બિલ તથા જે જગાએ જુવાન સિંહો ભક્ષ કરતા હતા તે જગા ક્યાં છે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ક્યાં છે એ શહેર, જે સિંહની ગુફા જેવું હતું? જ્યાં સિંહના બચ્ચાં પોષાતાં હતાં, જ્યાં સિંહ-સિંહણ અને સિંહના બચ્ચાં નિરાંતે ફરતાં હતાં. તેઓને વ્યાકુળ કરે તેવું ત્યાં કાંઇજ ન હતું.