Nahum 2:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સિંહ તેના બચ્ચાં માટે શિકારને ફાડીને ટુકડા કરે છે; તે પોતાની સિંહણ માટે શિકારને ગૂંગળાવીને મારી નાખતો, તે પોતાની ગુફા શિકારથી મારી નાખેલાં પ્રાણીઓથી ભરતો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સિંહ શિકાર મારી લાવતો અને સિંહણ તથા બચ્ચાં માટે શિકારના ફાડીને ટુકડેટુકડા કરતો. ફાડી નાખેલા માંસથી તે પોતાની બોડ ભરી દેતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સિંહ પોતાના બચ્ચાંને માટે જોઈએ તેટલાં [જાનવરો] ફાડી નાખતો, ને પોતાની સિંહણોને માટે ગળાં પડકીને મારી નાખતો, ને પોતાનાં કોતરો શિકારોથી તથા પોતાનાં બિલો મારી નાખેલાં [જાનવરો] થી ભરતો
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જેમ સિંહ તેના બચ્ચાં માટે પૂરતો શિકાર કરે છે તેવી રીતે તેણે બોડ અને ગુફા શિકારથી ભરી દીધા.