Nahum 2:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સૈન્યોના યહોવાહ કહે છે; "જો, હું તારી વિરુદ્ધ છું." "હું તારા રથ બાળીને ભસ્મ કરી નાખીશ, તલવાર તારાં બચ્ચાઓનો સંહાર કરશે. હું પૃથ્વી પરથી તારા શિકારનો નાશ કરીશ, તારા સંદેશાવાહકનો અવાજ ફરી કદી સંભળાશે નહિ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સર્વશક્તિમાન પ્રભુ કહે છે, “હું તારો દુશ્મન છું! હું તારા રથો બાળી નાખીશ. તારા સૈનિકો યુદ્ધમાં ખપી જશે. તેં જે બીજાઓ પાસેથી પચાવી પાડયું છે, તે બધું હું તારી પાસેથી લઈ લઈશ. તારા રાજદૂતોની માગણી કોઈ સાંભળશે નહિ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “જો, હું તારી વિરુદ્ધ છું, ને હું તારા રથોને બાળીને ભસ્મ કરીશ, ને તરવાર તારા જુવાન સિંહોનો ભક્ષ કરશે. હું તારો શિકાર પૃથ્વીમાંથી નષ્ટ કરીશ, ને તારા રાજદૂતોનો સ્વર ફરીથી સંભળાશે નહિ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ હવે સૈન્યોનો દેવ યહોવા કહે છે; “હું તારી વિરૂદ્ધ છું. હું તારા રથ બાળીને ભસ્મ કરી નાખીશ, અને તરવાર તારા બચ્ચાઓનો સંહાર કરશે. હું પૃથ્વી પરથી તમને શિકાર કરવા માટે મળતા પશુઓ લઇ લઇશ; સંદેશાંવાહકનો સાદ ફરી કદી સંભળાશે નહિ.”