Nahum 2:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેના યોદ્ધાઓની ઢાલોનો રંગ લાલ છે, શક્તિશાળી માણસોએ કિરમજી રંગનો પોષાક પહેર્યો છે; તૈયારીના દિવસે રથો પોલાદથી ઝગઝગે છે, સાયપ્રસના ભાલાઓ ભયંકર રીતે હલાવાઈ રહ્યા છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દુશ્મનના સૈનિકોએ કિરમજી ગણવેશ ધારણ કર્યો છે, અને તેમની પાસે લાલ ઢાલો છે. તેઓ આક્રમણ કરવાની તૈયારી કરી રહ્યા છે! તેમના રથ અગ્નિની જેમ ઝગારા મારે છે. તેમના ઘોડા આગળ વધવા અધીરા બન્યા છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેના યોદ્ધાઓની ઢાલ રાતી કરવામાં આવી છે, શૂરવીરોએ કિરમજી [પોશાક] પહેર્યો છે. તેની તૈયારીને દિવસે રથો પોલાદથી ઝગઝગે છે, ને ભાલાઓ ભયંકર રીતે હલાવવામાં આવે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેના યોદ્ધાઓની ઢાલોનો રંગ લાલ છે. અતિ શકિતશાળી માણસો લાલ રંગના પોષાકમાં છે. ચમકારા મારતા તેના રથો યુદ્ધ માટે તૈયાર થઇ રહ્યા છે. તેમના વૃક્ષો હલાવાઇ રહ્યાં છે.

Recommended Reading