Nahum 2:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
નિનવેની રાણીને નિર્વસ્ત્ર કરીને દૂર લઈ જવામાં આવી છે. તેની દાસીઓ કબૂતરનાં જેવો વિલાપ કરે છે, છાતી કૂટે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મહારાણીને બંદીવાન તરીકે પકડી લેવામાં આવી છે અને તેની દાસીઓ હોલાની જેમ કલ્પાંત કરતાં કરતાં છાતી કૂટે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હુસ્સાબને નગ્ન કરવામાં આવી છે, તેનું હરણ થયું છે, તેની દાસીઓ કબૂતરના જેવા સ્વરથી વિલાપ કરે છે, ને છાતી કૂટે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
નિનવેહની રાણીને નિર્વસ્ત્રી કરી બંદીવાન બનાવી લઇ જવામાં આવે છે. દાસીઓ છાતી કૂટે છે, ને કબૂતરની જેમ શોક કરે છે.