Nahum 3:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમ છતાં તેનું અપહરણ થયું; તે ગુલામગીરીમાં ગઈ; શેરીની ભાગળમાં તેનાં બાળકોને મારીને ટુકડા કરવામાં આવ્યા, તેના માનવંતા માણસો માટે ચિઠ્ઠીઓ નાખી, તેના બધા માણસોને સાંકળોથી બાંધવામાં આવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
છતાં નો નગરના લોકો દેશનિકાલમાં લઈ જવાયા. તેના દરેક નાકે તેનાં બાળકોને ક્રૂર રીતે મારી નાખવામાં આવ્યાં. તેના અગ્રણીઓ સાંકળે બાંધીને લઈ જવાયા અને તેમને પકડનારાઓએ તેમને વહેંચી લીધા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે છતાં તેનું હરણ થયું, તે ગુલામગીરીમાં ગઈ. તેનાં નાનાં બાળકોને સઘળી શેરીઓને નાકે અફાળીને ચૂરો કરવામાં આવ્યાં; અને તેના પ્રતિષ્ઠિત માણસોને માટે તેઓએ ચિઠ્ઠીઓ નાખી, ને તેના સર્વ મોટા માણસોને સાંકળોથી બાંધવામાં આવ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમ છતાં તે બંદીવાન થયું, તેણે દેશવટો ભોગવવો પડ્યો. શેરીના નાકે તેના બાળકોને માર મારીને મારી નાખવામા આવ્યાં, તેના માનવંતા માણસો ચિઠ્ઠી નાખી વહેંચાયા. અને સાંકળમાં જકડાયા.