Nahum 3:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અગ્નિ તને ભસ્મ કરી નાખશે, તલવાર તારી હત્યા કરશે. તે તને તીડની જેમ ભસ્મ કરી નાખશે. તીડની તથા કાતરાઓની જેમ તને વધારશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તું ગમે તે કરે છતાં કાં તો તું બાળી નંખાશે અથવા બડાઈમાં માર્યું જશે. તીડો જેમ પાકને ખાઈ જાય છે તેમ તને ખતમ કરી નાખવામાં આવશે. તું ય તીડોની માફક વધ્યો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યાં અગ્નિ તને ભસ્મ કરશે. તરવાર તને કતલ કરશે. તને તે કાતરાઓની જેમ ખાઈ નાખશે; પોતાના [માણસોને] કાતરાઓના જેટલા [સંખ્યાબંધ] કરી દે, તેઓને તીડો જેટલા [સંખ્યાબંધ] કરી દે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અગ્નિ તને ભરખી જશે, તરવાર તારી હત્યા કરશે. તે તને તીડની જેમ સ્વાહા કરી જશે. તીડની જેમ વધારે થશે.