Nahum 3:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તારા રાજકુમારો તીડ જેવા છે અને તારા સેનાપતિઓ તીડના ટોળાં જેવા છે, તેઓ ઠંડીના દિવસોમાં વાડોમાં છાવણી કરે છે પણ સૂરજ ઊગતાં જ તેઓ ઊડી જાય છે અને ક્યાં ગયા તેની કોઈને ખબર પડતી નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઠંડા દિવસે દીવાલની બખોલોમાં તીડો ભરાઈ રહે, પણ સૂર્ય ઊગતાંની સાથે જ જેમ તેઓ ઊડી જાય છે અને તેમનો પત્તો લાગતો નથી, તેમ તારા સેનાનાયકો લાપતા બન્યા છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારા અમલદારો તીડો જેવા, ને તારા સેનાપતિઓ ખપેડીનાં ટોળાં જેવા છે કે, જેઓ દિવસને ઠંડે પહોરે વાડોમાં ભરાઈ રહે છે, પણ સૂર્ય ઊગે ત્યારે તેઓ જતા રહે છે, ને તેઓનું ઠેકાણું ક્યાં છે તે કોઈ જાણતું નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તારા સરદારો તીડ જેવા છે અને શાસન અધિકારીઓ તીડના ટોળા જેવા છે, તેઓ ઠંડીના દિવસોમાં વાડો પર આરામ કરે છે. સૂરજ ઊગતાં જ તેઓ ઊડી જાય છે. ક્યાં ગયા તેની કોઇને ખબર પડતી નથી.