Nehemiah 1:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પરંતુ જો તમે મારી પાસે પાછા આવશો અને મારી આજ્ઞાઓનું પાલન કરશો અને તેનો અમલ કરશો, તો તમારા વંશજો આકાશના છેડા સુધી વેરવિખેર થઈ ગયા હશે તો પણ હું તેમને મારા નામ માટે મેં જે સ્થાન પસંદ કર્યુ છે ત્યાં પાછા લાવીશ.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ જો તમે મારી તરફ પાછા ફરશો અને મારી આપેલી આજ્ઞાઓ પ્રમાણે વર્તશો તો તમે પૃથ્વીના છેડાઓ સુધી વિખેરાયેલા હશો તો પણ જે સ્થાન મેં મારે નામે ભજન કરવા માટે પસંદ કર્યું છે ત્યાં હું તમને પાછા લાવીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ જો પાછા ફરીને તમે મારી ઉપાસના કરશો, મારી આજ્ઞાઓ પાળશો, ને તેઓનો અમલ કરશો, તો તમારામાંના જેઓ દેશનિકાલ થઈને આકાશના છેડા સુધી વિખેરાયેલા હશે તોપણ, તેઓને હું ત્યાંથી એકઠા કરીશ, ને જે સ્થળ મારું નામ રાખવાને મેં પસંદ કર્યુ છે ત્યાં હું તેઓને લાવીશ.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ જો તમે મારી પાસે પાછા આવશો અને મારી આજ્ઞાઓનું પાલન કરશો અને તેનો અમલ કરશો, તો તમારા વંશજો પૃથ્વીના છેડા સુધી વેરવિખેર થઇ ગયા હશે તો પણ હું તેમને મારા નામ માટે મેં જે સ્થાન પસંદ કર્યુ છે ત્યાં પાછા લાવીશ.’