Nehemiah 10:28 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બાકીના લોકો, યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગાનારાઓ, ભક્તિસ્થાનના સેવકો અને તે દરેક જેઓ ઈશ્વરના નિયમશાસ્ત્ર પ્રમાણે પડોશી દેશોથી અલગ થયા હતા તે સર્વ તેમ જ તેઓની પત્નીઓ, તેઓના પુત્રો અને પુત્રીઓ તેઓ સર્વ પાસે જ્ઞાન અને સમજણ હતાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અમે ઇઝરાયલના લોકો, યજ્ઞકારો, લેવીઓ, મંદિરના સંરક્ષકો, મંદિરના સંગીતકારો, મંદિરના સેવકો અને ઈશ્વરના નિયમને આધીન થઈને જેમણે અમારા દેશમાં વસતી પરપ્રજાઓથી અલગ કર્યા છે એવા અમે સૌ, અમારી પત્નીઓ અને અમારાં સમજણાં એવાં બધાં સંતાનો સહિત,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
બાકીના લોકો, યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગવૈયાઓ, નથીનીમ, તથા જેઓ ઈશ્વરના નિયમશાસ્ત્ર પ્રમાણે દેશોના લોકોથી અલગ થયા હતા, તે સર્વ તેમ જ તેઓની પત્નીઓ, તેઓના પુત્રો તથા તેઓની પુત્રીઓ, જે સર્વ જાણી શકે તથા સમજી શકે એવાં હતાં,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બાકીના લોકો, યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગવૈયાઓ, મંદિરના સેવકો અને તે દરેક જેણે ભૂમિના લોકોથી પોતાને જુદા પાડ્યાં હતાં, તેમની પત્નીઓ, તેમના પુત્રો, અને પુત્રીઓ સાથે અને જેમનામાં જ્ઞાન અને સમજણ છે.