Nehemiah 10:31 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અમે એ વચન પણ આપીએ છીએ કે, બીજા દેશના લોકો વિશ્રામવારે કંઈ માલ કે અનાજ વેચવા આવે તો તે દિવસે અથવા બીજા કોઈ પવિત્ર દિવસે અમે તેઓની પાસેથી ખરીદીશું નહિ. અને પ્રત્યેક સાતમે વર્ષે અમે અમારા બીજા યહૂદી ભાઈઓનું બધું લેણું માફ કરીશું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પરપ્રજાઓ સાબ્બાથને દિવસે અથવા બીજા પવિત્ર દિવસોએ અનાજ કે બીજું કંઈપણ અમને વેચાતું આપવા આવે, તો અમે તેમની પાસેથી ખરીદીશું નહિ. પ્રત્યેક સાતમે વર્ષે અમે જમીનમાં ખેતી કરીશું નહિ, અને અમારા દેણદારોનું બધું દેવું માફ કરી દઈશું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો દેશના લોકો સાબ્બાથ દિવસે માલ કે કંઇ ખાવાનું વેચવા આવે, તો સાબ્બાથે કે બીજા પવિત્ર દિવસે અમારે તેઓ પાસેથી કંઈ ખરીદ કરવું નહિ; અને સાતમે વર્ષે અમારે સર્વ લેણું છોડી દેવું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“વળી જો ભૂમિના લોકો કંઇ વેચવા માટે અથવા અનાજ લાવશે, તો અમે તે સાબ્બાથના દિવસે કે બીજા કોઇ પવિત્ર દિવસે ખરીદીશું નહિ. પ્રત્યેક સાતમે વર્ષે અમે ભૂમિને ખેડશું નહિ અને અમારું બધું લેણું માફ કરીશું.