Nehemiah 10:34 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે, અમારા ઈશ્વર યહોવાહની વેદી પર બાળવા માટે, અમારા પિતૃઓનાં કુટુંબો પ્રમાણે પ્રતિવર્ષ ઠરાવેલા ચોક્કસ સમયે અમારા ઈશ્વરના ભક્તિસ્થાનમાં લાકડાંઓના અર્પણો લાવવા માટે, અમે એટલે યાજકોએ, લેવીઓએ તથા લોકોએ વચનો આપ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
નિયમશાસ્ત્રમાં ઠરાવ્યા પ્રમાણે, પ્રભુ અમારા ઈશ્વરને અર્પવામાં આવતાં બલિદાનોના વેદી પરના દહન માટે કયું ગોત્ર લાકડાં પૂરાં પાડશે તે અમે, એટલે લોકો, યજ્ઞકારો અને લેવીઓ પ્રતિ વરસે ચિઠ્ઠી નાખીને નક્કી કરીશું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે, અમારા ઈશ્વર યહોવાની વેદી પર બાળવા માટે, અમારા પિતૃઓના કુટંબો પ્રમાણે, દર વર્ષે ઠરાવેલે સમયે અમારા ઈશ્વરના મંદિરમાં લાકડાઓનાં અર્પણો લાવવા માટે, અમે, એટલે યાજકો, લેવીઓ તથા લોકોએ, [ચિઠ્ઠીઓ નાખી].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“ત્યારબાદ નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે, અમારા દેવ યહોવાની વેદી પર બાળવા માટે, અમારા પિતૃઓનાં પરિવારો પ્રમાણે પ્રતિવર્ષ ઠરાવેલા ચોક્કસ સમયે અમારા દેવના મંદિરમાં લાકડાંઓના અર્પણો લાવવા માટે, અમે, યાજકો, લેવીઓ તથા લોકો વચ્ચે ચિઠ્ઠીઓ નાખી.