Nehemiah 10:35 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અમે પ્રતિવર્ષ, અમારા ખેતરની પ્રથમ પેદાશ અને દરેક વૃક્ષના પ્રથમ ફળો યહોવાહનાં ભક્તિસ્થાનમાં લાવવા માટે પણ વચન આપ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અમારી ભૂમિની પ્રથમ ઊપજનું અને અમારાં વૃક્ષો પર પ્રથમ પાકેલાં ફળોનું અર્પણ અમે પ્રતિ વર્ષે મંદિરમાં લાવીશું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી અમારી ભૂમિની પ્રથમ પેદાશ તથા સર્વ જાતનાં વૃક્ષોને આવેલાં પ્રથમ ફળો, દર વર્ષે યહોવાના મંદિરમાં લાવવા માટે પણ [ચિઠ્ઠીઓ નાખી].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“અમે પ્રતિવર્ષ, અમારી ભૂમિનો પ્રથમ પાક અને દરેક વૃક્ષના પ્રથમ ફળો યહોવાના મંદિરમાં લાવવા માટે નિયમ પણ બનાવીએ છીએ.