Nehemiah 10:36 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે, અમારા પુત્રોમાંના પ્રથમજનિત, જાનવરો તથા ઘેટાંબકરાંનાં પ્રથમજનિતને અમારા યહોવાહનાં ભક્તિસ્થાનમાં યાજકો પાસે લાવવાનાં વચનો આપ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
નિયમશાસ્ત્રમાં ઠરાવ્યા પ્રમાણે અમે પ્રત્યેક અમારા પોતાના પ્રથમ જન્મેલા પુત્રને યજ્ઞકારો પાસે મંદિરમાં લઈ જઈને તેનું ઈશ્વરને સમર્પણ કરીશું. અમે પ્રત્યેક અમારી ગાયોને જન્મેલા પ્રથમ વાછરડાનું અને અમારાં ઘેટાં અને બકરાંને જન્મેલાં પ્રથમ હલવાન કે બચ્ચાનું પણ સમર્પણ કરીશું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે, મારા પુત્રોમાંના પ્રથમજનિત, અમારા જાનવરોનાં પ્રથમજનિત, અને અમારા ઢોરોનાં તથા અમારા ઘેટાંબકરાંનાં પ્રથમજનિતને અમારા ઈશ્વરના મંદિરમાં યાજકો પાસે લાવવા માટે પણ [ચિઠ્ઠીઓ નાખી].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“વળી, નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે, અમારાં પુત્રોમાંના પ્રથમજનિત, અને પશુઓ અને ઢોરઢાંખરનાઁ તથા ઘેટાંબકરાંનાં પ્રથમજનિતને અમારા યહોવાના મંદિરમાં, અમારા દેવના મંદિરનાં યાજકો પાસે લાવીશું.