Nehemiah 10:37 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અમારા બાંધેલા લોટનો પ્રથમ હિસ્સો તથા અર્પણો, દરેક વૃક્ષનાં ફળો, દ્રાક્ષારસ અને તેલ યાજકો માટે ભક્તિસ્થાનનાં ભંડારમાં લાવીશું. વળી અમારી જમીનની ઊપજનો દસમો ભાગ અમે લેવીઓ પાસે લાવીશું. કારણ કે લેવીઓ અમારી ખેતીના સર્વ નગરોમાંથી દશાંશો લે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રતિ વર્ષે પ્રથમ લણેલા અનાજના લોટનો પિંડ તથા દ્રાક્ષાસવ, ઓલિવ તેલ તથા સર્વ પ્રકારનાં ફળોનાં અન્ય સર્વ અર્પણો અમે યજ્ઞકારો પાસે ઈશ્વરના મંદિરમાં લાવીશું. ખેતી કરતા અમારાં સર્વ નગરો પાસેથી લેવીઓ દશાંશો ઉઘરાવે છે. તેથી અમારી ભૂમિની સઘળી પેદાશનાં દશાંશો અમે લેવીઓને આપીશું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અમારા બાંધેલા લોટનો પહેલો હિસ્સો, તથા અમારા અર્પણો, ને સર્વ પ્રકારનાં વૃક્ષોના ફળો, દ્રાક્ષારસ તથા તેલ યાજકોની પાસે અમારા ઈશ્વરના મંદિરની ઓરડીઓમાં, ને અમારી જમીનની ઊપજના દશાંશો લેવીઓ પાસે, લાવવા માટે પણ ઠરાવ કર્યો. કેમ કે એ લેવીઓ અમારી ખેતીના સર્વ નગરોમાંથી દશાંશો લે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“અમે અમારા યાજકોને તથા દેવનાં મંદિરની ઓરડીમાં અમારા બાંધેલા લોટનો પહેલો ભાગ, અને દરેક વૃક્ષના ફળો, દ્રાક્ષારસ અને તેલનું અર્પણ લાવીશું. વળી અમારી ભૂમિની પેદાશમાંથી પ્રત્યેક વસ્તુનો દશમો ભાગ અમે લેવીઓ માટે લાવીશું. કારણ કે અમારા સર્વ દેશના નગરોમાંથી દશાંશ એકત્ર કરવાની જવાબદારી લેવીઓની છે.