Nehemiah 10:38 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લેવીઓ દશાંશ લે, તે સમયે હારુનના પુત્ર યાજકે તે લેવીઓ સાથે રહેવું. લેવીઓએ તે દશાંશોનો દશાંશ અમારા ઈશ્વરના ભક્તિસ્થાનના ભંડારમાં લાવવો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દશાંશ ઉઘરાવતી વખતે લેવીઓની સાથે આરોનના વંશમાંથી ઊતરી આવેલ યજ્ઞકારોને પણ લક્ષમાં લેવાના છે અને લેવીઓ જે દશાંશ એકત્ર કરે તેનો દશમો ભાગ મંદિરના ઉપયોગ માટે તેના ભંડારોમાં લઈ જવાનો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
લેવીઓ દશાંશ લે, તે સમયે હારુનના પુત્ર યાજકે તે લેવીઓ સાથે રહેવું. લેવીઓએ તે દશાંશોનો દશાંશ અમારા ઈશ્વરના મંદિરમાંની ઓરડીઓમાં અથવા ભંડારમાં લાવવો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અમારા બધાં ખેતીવાડીવાળાં ગામોમાંથી ઊપજનો દશમો ભાગ ઉઘરાવવા આવનાર લેવીઓને અમારી જમીનની ઊપજનો દશમો ભાગ આપીશું. દશમો ભાગ ઉઘરાવતી વખતે હારુનના વંશના એક યાજક લેવીઓની સાથે રહેશે, અને લેવીઓએ ઉઘરાવેલા દશમા ભાગનો દશમો ભાગ દેવના મંદિરનાં ભંડારમાં લઇ જશે અને એક ઓરડામાં મુકશે.