Nehemiah 11:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યરુશાલેમના લેવીઓનો અધિકારી પણ, ઈશ્વરના ભક્તિસ્થાનના કામ પર, આસાફના વંશજોમાંના એટલે ગાનારોમાંના મીખાનો દીકરો માત્તાન્યાનો દીકરો હશાબ્યાનો દીકરો બાનીનો દીકરો ઉઝિઝ હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બાનીનો પુત્ર અને હશાબ્યાનો પૌત્ર ઉઝઝી જે લેવીઓનો ઉપરી હતો. તે પણ યરુશાલેમમાં વસ્યો. તેના પૂર્વજો માત્તાન્યા અને મિખા હતા. ઈશ્વરના મંદિરમાં સેવાભક્તિ માટે સંગીતના કામની જવાબદારી જેને શિર હતી તે આસાફના ગોત્રનો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યરુશાલેમના લેવીઓનો ઉપરી પણ, ઈશ્વરના મંદિરના કામ પર, આસાફના પુત્રોમાંના એટલે ગવૈયાઓમાંના મીખાના પુત્ર માત્તાન્યાના પુત્ર હશાબ્યાના પુત્ર બાનીનો પુત્ર ઉઝ્ઝી હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મીખાના પુત્ર માત્તાન્યાના પુત્ર હશાબ્યાના પુત્ર બાનીનો પુત્ર ઉઝઝી યરૂશાલેમમાં રહેતા લેવીઓનો આગેવાન હતો, અને ઉઝઝીના પિતા અને પિતૃઓ ગવૈયા હતા, તે આસાફના વંશજો હતા. તેઓ દેવના મંદિરના કામનો કારભાર સંભાળતા હતાં.