Nehemiah 11:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પ્રાંતના જે આગેવાનો યરુશાલેમમાં રહ્યા તેઓ આ છે. ઇઝરાયલના લોકો, યાજકો, લેવીઓ, ભક્તિસ્થાનના સેવકો અને સુલેમાનના ચાકરોના વંશજો યહૂદિયાના નગરોમાં પોતપોતાનાં વતનમાં રહ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અન્ય શહેરો અને નગરોમાં ઇઝરાયલના લોકો, યજ્ઞકારો, લેવીઓ, મંદિરના સેવકો અને શલોમોનના સેવકોના વંશજો પોતપોતાનાં નગરોમાં પોતાનાં વતનમાં વસ્યા. યરુશાલેમમાં વસેલા યહૂદિયા પ્રાંતના અગ્રગણ્ય નાગરિકોની યાદી નીચે મુજબ છે:
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પ્રાંતના જે આગેવાનો યરુશાલેમમાં વસ્યા તેઓ આ છે: પણ ઇઝરાયલીઓ, યાજકો, લેવીઓ, નથીનીમ તથા સુલેમાનના સેવકોના પુત્રો યહુદિયાનાં નગરોમાં પોતપોતાનાં વતનોમાં રહ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ યરૂશાલેમમાં રહેતાં પ્રાંતના આગેવાનો છે તેમ છતાં યહૂદિયાના નગરોમાં સહુ પોતપોતાની ભૂમિ પર પોતપોતાના ગામમાં રહેતાં હતાં; ઇસ્રાએલના લોકો, યાજકો, લેવીઓ, મંદિરના સેવકો, અને સુલેમાનના સેવકોના વંશજો.