Nehemiah 11:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહૂદાના કેટલાક અને બિન્યામીનના કેટલાક વંશજો યરુશાલેમમાં વસ્યા. તેઓ આ છે. યહૂદાના વંશજોમાંના: અથાયા ઉઝિયાનો પુત્ર, ઉઝિયા ઝખાર્યાનો, ઝખાર્યા અમાર્યાનો, અમાર્યા શફાટયાનો, શફાટયા માહલાલએલનો પુત્ર અને માહલાલએલ પેરેસના વંશજોમાંનો એક હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યહૂદિયાના કુળના માણસોની યાદી આ પ્રમાણે છે: અથાયા, જે ઉઝિઝયાનો પુત્ર અને ઝખાર્યાનો પૌત્ર હતો; તેના અન્ય પૂર્વજો અનુક્રમે અમાર્યા, શફાટયા અને માહાલાલેલ હતા, જેઓ યહૂદાના પુત્ર પેરેસના વંશજો હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યરુશાલેમમાં યહૂદાના પુત્રોમાંના તથા બિન્યામીનના પુત્રોમાંના: પેરેશના પુત્રોમાંના માહલાલેલના પુત્ર શફાટ્યાના પુત્ર અમાર્યાના પુત્ર ઝખાર્યાના પુત્ર ઉઝ્ઝિયાનો પુત્ર અથાયા;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કેટલાક યહૂદાના અને કેટલાક બિન્યામીનના લોકો યરૂશાલેમમાં રહેતા હતા તેઓ આ છે. અથાયા ઉઝિઝયાનો પુત્ર, (ઉઝિઝયા ઝખાર્યાનો, ઝખાર્યા અમાર્યાનો, અમાર્યા શફાટયાનો, શફાટયા માહલાલેલનો, હલાલએલ પેરેશના વંશજોમાંથી હતો.)