Nehemiah 12:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એલ્યાશીબ, યોયાદા, યોહાનાન અને યાદૂઆના સમયમાં એ લેવીઓની તેઓના કુટુંબોના વડીલો તરીકે નોંધણી કરવામાં આવી હતી. ઇરાનના રાજા દાર્યાવેશના શાસન દરમિયાન યાજકોની પણ નોંધ પુસ્તકમાં કરવામાં આવી હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એલ્યાશીબ, યોયાદા, યોનાથાન અને યાદ્દૂઆ એ પ્રમુખ યજ્ઞકારોના સમયમાં લેવીઓ અને યજ્ઞકારોના કુટુંબના વડાઓની લેખિત નોંધ રાખવામાં આવી હતી. દાર્યાવેશ ઇરાનનો સમ્રાટ હતો ત્યારે એ નોંધ પૂર્ણ કરવામાં આવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એલ્યાશીબ, યોયાદ, યોહાનાન તથા યાદુઆના સમયમાં એ લેવીઓ તેઓનાં પિતૃઓનાં કુટુંબોના વડીલો તરીકે નોંધાયા હતા; અને દાર્યાવેશ ઇરાનની કારકિર્દીમાં યાજકો પણ નોંધાયા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
લેવીઓ માટે એલ્યાશીબ, યોયાદા, યોહાનાન અને યાદૂઆના સમયમાં કુટુંબોના આગેવાનોની સંપૂર્ણ યાદી તૈયાર થઇ હતી, એવી એક યાદી યાજકોને માટે ઇરાનના રાજા દાર્યાવેશના શાસન દરમ્યાન પણ તૈયાર કરી હતી.