Nehemiah 12:31 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી હું યહૂદિયાના આગેવાનોને કોટ પર લાવ્યો અને મેં આભારસ્તુતિ કરનારી બે ટુકડી ઠરાવી. તેમાંની એક જમણી તરફ કોટ પર કચરાના દરવાજા તરફ ચાલી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી મેં કોટ ઉપર યહૂદિયાના આગેવાનોને એકઠા કર્યા અને તેમને શહેરની આસપાસ કૂચ કરતાં કરતાં ઈશ્વરની સ્તુતિ કરનાર બે મોટાં જૂથોની જવાબદારી સોંપી. તેમાંનું પ્રથમ જૂથ કોટ ઉપર કચરાના દરવાજા તરફ ગયું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી હું યહૂદિયાના સરદારોને કોટ પર લાવ્યો, ને મેં આભારસ્તુતિ કરનારી તથા સરઘસરૂપે ફરનારી બે મોટી ટોળી ઠરાવી. [તેમાંની એક] જમણી તરફ કોટ પર કચરાના દરવાજા તરફ [ચાલી];
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાર પછી મેં યહૂદાના આગેવાનોને બે મોટા સમૂહ બનાવી દેવનો આભાર માનવા ભેગા કર્યા. તેઓ ચાલતા ચાલતા આભાર સ્તુતિના ગીત ગાતા હતા અને એક સમુહ દીવાલની ધારેધારે ચાલીને “કચરાના દરવાજા” પાસે ગયા.