Nehemiah 12:38 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આભારસ્તુતિ કરનારાઓની બીજી ટુકડી તેઓની ડાબી બાજુ તરફ ગઈ. હું બાકીના અડધા લોકો સાથે કોટ પર તેઓની પાછળ ચાલ્યો અને ભઠ્ઠીના બુરજની ઉપલી બાજુએ થઈને છેક પહોળા કોટ સુધી ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આભારસ્તુતિ કરનાર બીજું જૂથ કોટ ઉપર ડાબી તરફ ગયું, અને અર્ધા લોક લઈને હું તેમની પાછળ ચાલ્યો. અમે ભઠ્ઠીઓનો દરવાજો પસાર કરીને પહોળી દીવાલ સુધી ગયા,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આભારસ્તુતિ કરનારાઓની બીજી ટોળી તેઓની સામે ગઈ, હું અડધા લોકની સાથે તેઓની પાછળ કોટ ઉપર ભઠ્ઠીઓના બુરજની ઉપલી બાજુએ થઈને છેક પહોળા કોટ સુધી ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આભારસ્તુતિ કરનારાઓની બીજી ટોળી તેઓની ડાબી બાજુ તરફ ગઇ. હું બાકીના અડધા લોકો સાથે દીવાલ પર તેની પાછળ ગયો અને ભઠ્ઠીના મિનારાને વટાવીને પહોળી દીવાલ સુધી ગયો,