Nehemiah 12:39 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને ત્યાંથી એફ્રાઇમ દરવાજો, જૂનો દરવાજો, મચ્છી દરવાજો, હનાનએલના બુરજ અને હામ્મેઆહના બુરજ આગળ થઈને ઘેટાંનો દરવાજા સુધી ગયો. તેઓ ચોકીદારના દરવાજા આગળ આવીને ઊભા રહ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાંથી અમે એફ્રાઈમ દરવાજે, યશાન્યા દરવાજે, માછલી દરવાજે, હનાનેલના બુરજે, શતક બુરજે અને છેક ઘેટાંના દરવાજે પહોંચ્યા. મંદિરના દરવાજા પાસે અમે અમારી કૂચ પૂરી કરી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એફ્રાઈમની ભાગળ, જૂની ભાગળ, મચ્છીભાગળ, હનાનેલના બુરજ આગળ થઈને છેક મેંઢાભાગળ સુધી [ગયો]. તેઓ ચોકીભાગળમાં ઊભા રહ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને ત્યાંથી એફ્રાઇમ દરવાજાના પર, “જૂનો દરવાજો,” મચ્છી દરવાજો, હનાનએલનો બૂરજ અને હામ્મેઆહ બૂરજ વટાવીને ઘેટાં-દરવાજા સુધી ગયા. ચોકીદારના દરવાજા આગળ આવીને અમે અટક્યા.