Nehemiah 12:45 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ, ગાનારાઓએ તથા દ્વારપાળોએ પોતાના ઈશ્વરની સેવા કરી તથા દાઉદ તથા તેના પુત્ર સુલેમાનની આજ્ઞા પ્રમાણે શુદ્ધિકરણની સેવા બજાવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કારણ કે તેમણે ઈશ્વરે આપેલી આજ્ઞા પ્રમાણે શુદ્ધિકરણ અને અન્ય વિધિઓની ધર્મક્રિયા બજાવી. મંદિરના સંગીતકારો અને મંદિરના સંરક્ષકોએ પણ દાવિદ રાજા અને તેના પુત્ર શલોમોને ઠરાવેલા નિયમો મુજબ પોતાની ફરજ અદા કરી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓએ, ગવૈયાઓએ તથા દ્વારપાળોએ દાઉદની તથા તેના પુત્ર સુલેમાનની આજ્ઞા પ્રમાણે, પોતાના ઈશ્વરનું તથા શુદ્ધિકરણનું કામકાજ બજાવ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓએ, ગવૈયાઓએ તથા દ્વારપાળોએ પોતાના દેવની સેવા કરી, તથા દાઉદ તથા તેના પુત્ર સુલેમાનની આજ્ઞા પ્રમાણે લોકોને પવિત્ર કર્યા.