Nehemiah 12:47 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઝરુબ્બાબેલના તથા નહેમ્યાના સમયમાં સર્વ ઇઝરાયલીઓ ગાનારાઓના તથા દ્વારપાળો હિસ્સા તેઓને દરરોજની જરૂરિયાત પ્રમાણે આપતા હતા. તેઓ લેવીઓ માટે અલગ રાખતા હતા અને લેવીઓ હારુનના પુત્રો માટે અલગ હિસ્સો રાખતા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઝરુબ્બાબેલ તેમજ નહેમ્યાના સમયમાં મંદિરના સંગીતકારો અને મંદિરના સંરક્ષકો માટે ઈઝરાયલના લોકો દરરોજ ભેટો લાવતા. લોકોએ લેવીઓને પવિત્ર અર્પણનું દાન કર્યું અને લેવીઓએ યજ્ઞકારોને તેમનો નિયત હિસ્સો આપ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઝરુબ્બાબેલના તથા નહેમ્યાના સમયમાં સર્વ ઇઝરાયલીઓ ગવૈયાઓના તથા દ્વારપાળોના હિસ્સા દરરોજની અગત્ય પ્રમાણે આપતા હતા. તેઓ લેવીઓને માટે અર્પણ કરતા. અને લેવીઓ હારુનના પુત્રોને માટે અર્પણ કરતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઝરુબ્બાબેલનાઁ તથા નહેમ્યાના સમયમાં સર્વ ઇસ્રાએલીઓએ ગવૈયાઓને તથા દ્વારપાળોને દરરોજ તેમનો હિસ્સો આપ્યો; જે લેવીઓને માટે હતું તે તેઓએ એક બાજુ મુકી દીધું, અને લેવીઓએ જે હારુનના વંશજો માટે હતું તે એક બાજુ મૂક્યું.