Nehemiah 13:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી મેં આગેવાનોની સાથે ઉગ્ર થઈને પૂછ્યું, "શા માટે ઈશ્વરના ભક્તિસ્થાનને તુચ્છકારવામાં આવે છે? મેં લેવીઓને એકત્ર કરીને તેઓને પોતપોતાની જગ્યા પર રાખ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મંદિર પ્રત્યે એવું દુર્લક્ષ સેવ્યા બદલ મેં અધિકારીઓને ઠપકો આપ્યો. હું લેવીઓ અને સંગીતકારોને પાછા યરુશાલેમમાં લાવ્યો અને તેમને તેમના કામ પર ચાલુ કર્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે મેં અધિકારીઓની સાથે તકરાર લઈને કહ્યું, “ઈશ્વરના મંદિરની આવી દુર્દશા કેમ થઈ છે?” મેં [લેવીઓને] એકત્ર કરીને તેઓને પોત પોતાની જગા પર રાખ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મેં તરત જ આગેવાનોને તેની ફરિયાદ કરી અને કહ્યું, “તમે દેવના મંદિરની શા માટે અવગણના કરી છે?” ત્યારબાદ મેં સર્વ લેવીઓને પાછા બોલાવ્યા અને ફરીથી તેઓને ફરજ પર મંદિરમાં નીમ્યા.