Nehemiah 13:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ મેં તેમને ચેતવણી આપી, "તમે દીવાલની બહાર કેમ છાવણી નાખે છે? જો તમે ફરી એ પ્રમાણે કરશો તો હું તમને શિક્ષા કરીશ!" ત્યાર પછી તે સમયથી તેઓ સાબ્બાથના દિવસે ક્યારેય આવ્યા નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મેં તેમને તાકીદ કરી: સવાર સુધી ત્યાં રાહ જોઈને પડી રહેવાનો કોઈ અર્થ નથી. જો તમે ફરીથી આવું કરશો તો મારે તમારી સામે બળ વાપરવું પડશે.” તે પછી તેઓ ફરી સાબ્બાથના દિવસે આવ્યા નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે મેં તેઓને ચેતવણી આપીને તેઓને કહ્યું, “તમે કોટની આજુબાજુ કેમ ઊતરો છો? જો તમે ફરી એમ કરશો તો હું તમને શિક્ષા કરીશ.” ત્યાર પછી તેઓ સાબ્બાથે ફરી આવ્યા નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ મેં તેમને ચેતવણી આપી કે, “તમે રાત્રે નગરની દીવાલ આગળ કેમ પડી રહો છો? જો ફરી એ પ્રમાણે કરશો તો તમારી સામે પગલાં લઇશ.” ત્યાર પછી તેઓ સાબ્બાથના દિવસે ક્યારેય આવ્યા નહિ.