Nehemiah 13:31 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મેં ઠરાવેલા સમયે કાષ્ટાર્પણ માટે તથા પ્રથમફળોને માટે પણ ક્રમ ઠરાવી આપ્યો. હે મારા ઈશ્વર, મારા હિતને માટે તેનું સ્મરણ કરો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બલિદાનો માટેના લાકડાં યોગ્ય સમયે લાવી દેવાય અને લોકો પ્રથમ લણણીનું અનાજ અને પ્રથમ પાકેલાં ફળ લાવતા રહે તેવી મેં ગોઠવણી કરી. હે ઈશ્વર, આ બધું મારા લાભમાં સંભારજો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઠરાવેલે સમયે કાષ્ટાર્પણને માટે તથા પ્રથમફળોને માટે પણ [ક્રમ ઠરાવી આપ્યો.] “હે મારા ઈશ્વર, મારા હિતને માટે તેનું સ્મરણ કરો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને મેં ઠરાવેલા સમયે કાષ્ટાર્પણ માટે અને પ્રથમ ફળોના અર્પણ માટે વ્યવસ્થા કરી જ્યારે તે નિર્ધારિત હતું. હે મારા દેવ, આ યાદ કરી મને આશીર્વાદ આપજે!